આ મહિલાએ કેબ ડ્રાઇવરને રોડ પર કેમ લગાવી દીધા 20 થપ્પડ, જુઓ વીડિયો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસીવર લખનઉની છે. જ્યાં રોડ ક્રોસ કરી રહેલી એક મહિલાનો એક ટેક્સી ડ્રાઇવર સાથે ઝઘડો થઇ ગયો. આ દરમિયાન મહિલાએ એક નહીં પરંતુ ટેક્સી ડ્રાઇવરને ન 20થી વધુ થપ્પડ લગાવી દીધા. પોલીસ સૂત્ર મુજબ આ ઘટના 30 જુલાઇની છે. પુરુ ઘટના સમજતાં પહેલા આપ પહેલા આ વીડિયો જુઓ. મહિલા રોડ પર ખુલ્લેઆમ ટેક્સી ડ્રાઇવરને થપ્પડ મારી રહી છે. ટ્રાફિક પોલીસ હાજર હોવા છતાં તે ઘટનાના સમજ્યા વિના મહિલાનો જ પક્ષ લઇ રહ્યો છે. ત્યાં લોકો પણ હાજર છે પપરંતુ કોઇ પણ ડ્રાઇવરના બચાવ માટે સામે નથી આવતું. હવે એક બીજો વીડિયો પણ જુઓ. જેમાં ચાલું ટ્રાફિકમાં મહિલા રોડ ક્રોસ કરી રહી છે. જે ટ્રાફિક નિયમની વિરૂદ્ધ છે. મહિલા અચાનક એક કેબ સામે આવી જાય છે. જો કે ટેક્સ ડ્રાઇવર બ્રેક મારી દે છે, જેથી મહિલાને જરા પણ ઇજા નથી થતી. બસ આટલું હતું કે મહિલા ટેક્સી ડ્રાઇવર પર તૂટી પડી અને તેને ખૂબ માર માર્યો અને તેનો ફોન પર તોડી નાખ્યો