કોલેજો શરૂ કરવા માટે UGCએ જાહેર કરી ગાઇડલાઇન, જાણો ક્યા નિર્દેશો કરાયા જાહેર?
કોરોનાની મહામારી વચ્ચે કોલેજ શરૂ કરવાને લઈને યુજીસીએ ગાઈડલાઈન જાહેર કરી હતી. ગાઇડ લાઇન અનુસાર કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય સેતુ એપ્લીકેશન જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે સોશલ ડિસ્ટસિંગ,માસ્ક અને વારંવાર હાથ ધોવા અને સેનેટાઈઝ કરવા જરૂરી રહેશે. નવી ગાઈડલાઈન મુજબ કંટેઈમેંટ ઝોન બહાર આવતી કોલેજો શરૂ કરી શકાશે જ્યારે ત્યારે કંટેઈમેંટ ઝોનમાં રહેતા કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓને કોલેજમાં ન આવવા નિર્દેશ કરવામાં આવ્યા છે.. કોલેજોમાં વિદ્યાર્થીઓને નિર્દેશ આપતા પોસ્ટર લગાવવા પડશે.. કોલેજમાં પ્રવેશતા સમયે સ્ટાફ અને વિદ્યાર્થીઓના સ્ક્રિનિંગ અને ડિસઈંફેક્શન પ્રક્રિયા ફરજીયાત રહેશે.. રિસર્ચ અને પોસ્ટ ગ્રેજ્યુએસન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે પણ ગાઈડલાઈનમાં નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના પ્લેસમેંટ માટે પણ નિયમો જરૂરી છે.. કોઈપણ સમયે 50 ટકા કરતા વધુ વિદ્યાર્થીઓને ન બોલાવવાનો પણ ગાઈડલાઈનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘરે રહી અભ્યાસ માંગતા વિદ્યાર્થીઓને ઓનલાઈન મટીરીયલ કોલેજ દ્વારા આપવાનું રહેશે.