Ujjain Mahakal: ભસ્મ આરતી દરમિયાન આગ લાગતા પૂજારી સહિત 14 લોકો દાઝ્યા, 6ની હાલત ગંભીર
gujarati.abplive.com
Updated at:
25 Mar 2024 02:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMahakal Temple: ઉજ્જૈનમાં ભસ્મ આરતી દરમિયાન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી હતી. જેના કારણે ઘાયલ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સમયે અહીં હોળીની ઉજવણી ચાલી રહી હતી. જિલ્લા કલેક્ટર નીરજ કુમાર સિંહે કહ્યું છે કે, "ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન આગ લાગી હતી. આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે. તેઓની સારવાર ચાલી રહી છે." આ અંગે તપાસ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવશે.