રાજસ્થાનમાં યોજાયા અનોખા લગ્ન, વર-વધૂ PPE કિટ પહેરી ફર્યા સાત ફેરા, કારણ જાણી ચોંકી ઉઠશો?
કોરોના મહામારીમાં થઇ રહેલા લગ્નમાં મહેમાનોની સંખ્યાને લઇને સરકાર સતત દિશાનિર્દેશ જાહેર કરી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર એક લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં PPE કિટ પહેરીને વર અને કન્યા ફેરા ફરી રહ્યા છે. એટલું જ નહી લગ્ન કરાવનાર પંડિત અને કન્યાદાન કરનારા માતાપિતાએ પણ પીપીઇ કિટ પહેરી હતી. વાસ્તવમાં આ વીડિયો રાજસ્થાનના બારાં જિલ્લાનો છે. જ્યાં શાહબાદ તાલુકાના કેલવાડા ગામમાં કોવિડ કેર સેન્ટરમાં લગ્ન યોજાયા હતા. વાસ્તવમાં થોડા દિવસ અગાઉ યુવતીને કોરોના થયો હતો. જેથી પરિવારજનોએ વહીવટીતંત્રની મંજૂરી સાથે કોવિડ કેર સેન્ટરમાં આ રીતે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.