Wayanad landslide | વાયનાડમાં કુદરતની વિનાશલીલા, અત્યાર સુધી 150થી વધુનાં મોત

Continues below advertisement

કેરળના વાયનાડ જિલ્લામાં કુદરતના વિનાશથી સમગ્ર દેશ વ્યથિત છે. વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 151 લોકોના મોતની પુષ્ટી થઈ છે. 90 થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે, જ્યારે NDRF, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો દ્વારા મોટી સંખ્યામાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. 128 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. વાયનાડમાં હવામાન હજુ પણ ખરાબ છે. ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેના કારણે રેસ્ક્યુ ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેરળ સરકારે આ દુર્ઘટના બાદ બે દિવસનો શોક જાહેર કર્યો છે.

પીડિત પરિવારો કાટમાળ નીચે દટાયેલા તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. ડ્રોન અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, જે સ્થળ (મુંડક્કઈ) પર ભૂસ્ખલન થયું છે તે વધુ જોખમી વિસ્તારમાં આવે છે અને ત્યાં કોઈ લોકો રહેતા નથી. ત્યાંથી માટી, પથ્થરો અને ખડકો ખસીને ચૂરલમાલા તરફ આવ્યા હતા. જે ભૂસ્ખલનના પ્રારંભિક સ્થળથી 6 કિલોમીટર દૂર છે. આ કોઈ સંવેદનશીલ જગ્યા નથી અને ઘણા લોકો અહીં વર્ષોથી રહે છે. જેને જોતા અહીં મોટી જાનહાનિ થઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram