Gujarat Heavy Rain Forecast LIVE | રાજ્યના 10 જિલ્લામાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ | Abp Asmita

Continues below advertisement

વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં છેલ્લા બેથી ત્રણ દિવસથી મધ્યગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લામાં મેઘમહેર જોવા મળી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ  દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ (heavy rain) થવાની શક્યતા છે. ઉપરાંત ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.

રાજ્યના 10 જિલ્લામાં આજે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની (rain) હવામાન વિભાગે (Meteorological Department)  આગાહી કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ, ઉત્તર ગુજરાતના બે,તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ કચ્છની સાથે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં આજે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું (heavy rain) અનુમાન કરવામાં આવ્યું  છે.  તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની (heavy rain) આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram