કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા લોકોને WHOએ શું આપી ચેતવણી

Continues below advertisement

કોરોનાની રસીના બંને ડોઝ લીઘેલા વેક્સિનેટ લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. આવા કેસ મોટા ભાગે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના છે. વિશ્વસ્વાસ્થ્ય સંગઠનના  પ્રમુખ  વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને સોમવારે  કોન્ફરન્સમાં કહ્યું કે, વેક્સિનેટ લોકોમાં સતત ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે.  તેમણે જણાવ્યું કે, વેક્સિનેટ લોકો પણ ઇન્ફેકશન ટ્રાન્સમિટ કરી શકે છે. સૌથી ચિંતાની વાત એ છે કે, વેક્સિનેટ સંક્રમિત લોકોમાં કોઇ લક્ષણો નથી દેખાતા આ સ્થિતિમાં તે અન્ય લોકોમાં સરળતાથી સંક્રમણ ફેલાવી શકે છે.આ કારણે જ WHOએ ફરી એકવાર વેક્સિનેટ લોકોને પણ માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવાનો અનુરોધ કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram