ઓલ્મિપિક મેડલ જીત્યાં બાદ તેને ખેલાડી દાંતથી શા માટે કાપે છે, જાણો કારણ
હાલ ટોકિયો ઓલ્મિપિક ચાલી રહ્યો છે. ત્યારે ખેલાડી અને તેમને મળતા પદકની કેટલીક દિલચશ્ય વાતો અમે આપને જાણીવીશું. આપે જોયું હશે કે, ઓલ્પિમિકમાં પદક જીતનાર ખેલાડી હસતાં હસતાં મેડલ હાથમાં લઇને દાંતથી બાઇટ લેવાની કોશિશ કરે છે. આ પોઝ તે અવશ્ય આપે છે. શું આપ જાણો છો કે તેની પાછળું કારણ શું છે. જ્યારે કોઇ ખેલાડી મેડલ જીતે છે તો પોડિયમ પર ઉભા રહીને તે સ્મિતની સાથે મેડલને દાંતથી કાપવાની કોશિશ કરે છે અને આ રીતે પોઝ આપે છે. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ઓલ્મિપિક હિસ્ટોરયન્સના પ્રેસિડન્ટ વાલેચિંસ્કીએ થોડા વર્ષો પહેલા આ મુદે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ખેલાડી આવું માત્ર ફોટોગ્રાફરની રિકેવેસ્ટના કારણે કરે છે. એક યાદગાર, દિલચશ્ય પોઝ લેવા માટે ફોટોગ્રાફર ખેલાડીને આવો પોઝ આપવા સજેસ્ટ કરે છે. આ સિવાય દાંતથી કાપવાની એક ઐતિહાસિક પરંપરા પણ છે. જી હાં, સોનુ એક મુલાયમ ધાતુ છે. તેના કાપીને તેની શુદ્ધતાનું પરિક્ષણ કરી શકાય છે. આ જ કારણ છે કે, સોનાને કાપવાની સાથે જાણી શકાય છે કે રિયલ ગોલ્ડ છે કે પરત ચઢાવેલ છે. જો રિયલ ગોલ્ડ હશે તો તેમાં નિશાન પડી જાય છે. જો કે ઓલ્મિપકના ગોલ્ડને આ રીતે દાંતથી કાપવા છતાં પણ મેડલ પર નિશાન નથી પડતા, તેનો અર્થ છે કે, ઓલ્મિકમાં મળતાં ગોલ્ડ મેડલમાં સંપૂ્ણ સોનાની ધાતુથી બનેલા નથી હોતા. આપને જણાવી દઇએ કે, આ મેડલમાં માત્ર એક ટકાથી વધુ ગોલ્ડ હોય છે જ્યારે 93 ટકા સિલ્વર અને 6 ટકા બ્રોન્ઝ હોય છે.