યુરોપે કોવિશીલ્ડને કેમ ન આપી માન્યતા, EMA દર્શાવ્યું આ કારણ, જાણો શું કરી રસી વિશે દલીલ

Continues below advertisement

ગ્રીન પાસ માટે  યૂરોપીય સંઘ દ્વારા કોવિશિલ્ડને હજું સુધી મંજૂરી શા માટે નથી અપાઇ? તેના પર યુરોપિય મેડિસિન એન્જ્સી એટલે કે EMA નું નિવેદન સામે આવ્યું છે. EMAએ  સ્પષ્ટ કર્યું છે કે, સીરમની કોવિશીલ્ડને અત્યાર સુધી એ કારણે મંજૂરી નથી મળી, કારણ કે તેમની પાસે યુરોપિય યુનિયનમાં તેમની વેક્સિન વેચવાની મંજૂરી નથી. આપને જણાવી દઇએ કે, ગ્રીન પાસને EUનો વેક્સિન પાસપોર્ટ પણ માનવામાં આવી રહ્યો છે. જેની મદદથી યુરોપના  દેશોમાં  એક જગ્યાએથી બીજી જગ્યા જવું જવું સરળ રહેશે. EMAના કમ્યુનિકેશન ઓફિસર ગૂડનિકે જણાવ્યું કે, યુરોપિય યુનિયનમાં કોવિશીલ્ડ વેક્સિન પાસે હજુ માર્કેટિંગના અધિકાર નથી, ઉલ્લેખનિય છે કે, કોવીશીલ્ડ એસ્ટ્રેજેનેકાની ઉત્પાદન ટેકનિકથી જ તૈયાર થઇ છે જો કે EMAનું કહેવું છે કે, નિર્માણની પરિસ્થિતિમાં થોડો પણ બદલાવ પણ ફાઇનલ પ્રોડક્ટમાં બદલાવ લાવી શકે છે. વેક્સિન એક બાયોલોજિકલ પ્રોડકટ છે જેથી આવું થવું શક્ય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram