UP: બદાયુમાં ગેંગરેપ બાદ મહિલાની હત્યા, મુખ્ય આરોપી મહંત ફરાર

Continues below advertisement
ઉત્તર પ્રદેશના બદાયૂમાં બનેલી એક અત્યંત શરમજનક ઘટનામાં મંદિરમાં પૂજા કરવા ગયેલી મહિલા પર મંદિરના મહંત સત્યનારાયણ, તેના ચેલા વેદરામ અને ડ્રાઈવર જસપાસે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.  આ હવસખોરોએ મહિલાના ગુપ્તાંગમાં સળિયો નાંખવા જેવી વિકૃત્તિની ચરમસીમા વટાવતાં અપકૃત્ય પણ કર્યાં હતા.આ મામલામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ઘટનાના  મુખ્ય આરોપી પર મહંત સત્યનારાયણ ફરાર છે અને તેના પર 50 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસની ચાર ટીમો તપાસ કરી રહી છે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram