Jamnagar: ભાજપના આ ઉમેદવારે પથારીવશ હોવા છતા ઉમેદવારીપત્ર ભર્યું
જામનગર ભાજપના એક ઉમેદવારે ફોર્મ ભર્યું જે પોતે પથારીવશ છે. થોડા સમય પૂર્વે વોર્ડ નંબર સાતના ભાજપના જાહેર થયેલા ઉમેવાર ગોપાલભાઈ સોરઠીયા પોતાના મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે તેઓને અકસ્માત નડ્યો હતો, અને તે અકસ્માતમાં તેમના બન્ને પગ ફ્રેકચર થઇ જતા તેવો છેલ્લા કેટલાક સમયથી પોતાના ઘરે પથારીવશ છે. તેમણે પોતાના ઘરેથી જ ઉમેદવારીપત્ર ભર્યું છે.