જામનગરના કાલાવાડ ખાતે ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિનો કોગ્રેસનો આરોપ, જુઓ વીડિયો
જામનગરના કાલાવડ ખાતે ટેકાના ભાવે ખરીદીમાં કોંગ્રેસ દ્વારા ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતો પાસેથી નાફેડના કર્મચારીઓ અને મજૂરો દ્વારા રૂપિયા લેવામાં આવતા હોવાનો કથિત આક્ષેપ કરવામાં આવ્યો છે. નાફેડના અધિકારીઓ ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવાનો આક્ષેપ છે. કોંગ્રેસના કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા અને કોંગ્રેસના આગેવાનો સ્થળની મુલાકાત લીધી હતી.