જામનગર અને દ્વારકામાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની કરાઇ આગાહી, જુઓ વીડિયો
રાજ્યમાં આજે અને આવતીકાલે અનેક જગ્યાએ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસું કચ્છ સુધી પહોંચી ચૂક્યું છે.2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગે ખાસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે કારણ કે રાજ્યમાં પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.