Jamnagar: ભાજપના મહિલા ઉમેદવારે મહિલા સત્સંગમાં કર્યો પ્રચાર
મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાં હવે તાલુકા- જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર તેજ થયો છે. જામનગર જિલ્લા પંચાયતની ચેલા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર સંગીતાબા કેરનો મહિલા સત્સંગ મંડળમાં અનોખો પ્રચાર જોવા મળ્યો. પેટાચૂંટણીમાં ભાજપને મળેલી ચેલા બેઠક જીતવા ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે.