Jamnagar: ધારાસભ્ય લલિત વસોયા પર કોગ્રેસના જ નેતાઓએ કર્યો રૂપિયાનો વરસાદ,જુઓ વીડિયો
Continues below advertisement
જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. મતદારોને રિઝવવા માટે નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. કૉંગ્રેસના નેતાઓ પર રૂપિયાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. જામનગરના કાલાવાડના ખઢેલા જિલ્લા પંચાયતની બેઠક પર કૉંગ્રેસના નેતાઓ મતદારોને રિઝવવા માટે ઢોલ નગારા સાથે નીકળ્યા હતા. ઢોલ નગારા વગાડતા વગાડતા કૉંગ્રેસના નેતાઓ રૂપિયાનો વરસાદ કરવા લાગ્યા હતા. ધારાસભ્ય પ્રવિણભાઈ મુછડીયા, જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવાર દિપક વસોયા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પર રૂપિયાનો વરસાદ કરવા લાગ્યા હતા.
Continues below advertisement