Jamnagar News : GG હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનું સામ્રાજ્ય,હોસ્પિટલમાં કુતરા રખડતા હોવાનો વીડિયો વાયરલ
Jamnagar News : જામનગરની જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. આ હોસ્પીટલ આજે વધુ એક વખત રખડતા કૂતરાઓનો આતંકને કારણે ચર્ચામાં આવી છે, રાત્રિના સમયે ચાર કૂતરાઓ હોસ્પિટલમાં ઘૂસી ગયા બાદ બાખડતા દર્દીઓમાં ડરનો માહોલ છવાયો હતો. જીજી હોસ્પિટલના તમામ એન્ટ્રી પોઈન્ટ પર સિક્યુરિટી ગાર્ડ હોવા છતા અંદર વારંવાર કૂતરાઓ ઘૂસી જતા સિક્યુરિટીને લઈ પણ સવાલ ઉઠ્યા છે. થોડા સમય પહેલા એક વોર્ડમાં દર્દીના બેડ પર આરામ ફરમાવતા કૂતરાનો વીડિયો પણ વાઈરલ થયો હતો.