Vadodara Harani Lake Tragdy | 'સરકાર જ નહીં, કોંટ્રાક્ટર-ઓપેરટર પણ વળતર ચૂકવે'
Vadodara Harani Lake Tragdy | વડોદરાના હરણીમાં થયેલા બોટ કાંડ મુદ્દે કોર્ટે લીધેલ સુઓ મોટો અરજી પર સુનાવણી. શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે? દુર્ઘટના થયા બાદ નિંદ્રા માંથી જાગવામાં આવે છે. આ બીજું કાઇ નહીં પણ આંખમાં ધૂળ નાખવા બરાબર છે, તેમ હાઈકોર્ટે કહ્યું હતું. રાજ્યમાં તમામ તળાવ સહિતની વોટર બોડી કે જ્યાં આવી પ્રવૃત્તિ (બોટિંગ) ચાલે છે ત્યાં જરૂરી સૂચનો જાહેર કર્યા તેમ એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું.
જે લોકો એકિતવિટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ. એક ચોક્કસ પોલિસી અમલમાં હોવી જોઈએ. કોન્ટ્રાકટર તો કોન્ટ્રાકટર છે પરંતુ અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ, તેમ હાઈકોર્ટે કહ્યું હતું. માત્ર કોન્ટ્રાકટર કે સબ કોન્ટ્રાકટર જ નહીં , કોર્પોરેશનના અધિકારીઓ પણ જવાબદાર, તેમ કોર્ટ મિત્રે કહ્યું હતું.
બનાવ બન્યો તે પછી શું સુધારાત્મક પગલા લીધા તે જાણવામાં હાલ કોર્ટને કોઈ રસ નથી. બનાવ બન્યો તે પહેલા શું ચેક અને બેલેન્સીસ રાખ્યા હતા તેનો કોર્પોરેશન એ ખુલાસો કરવો પડશે, તેમ હાઇકોર્ટે કહ્યું. માત્ર સરકાર જ નહિ, કોન્ટ્રાક્ટર અને ઓપરેટર પણ વળતર ચૂકવે, તેવી માંગ કોર્ટ મિત્રે કરી હતી.