Jamnagar Murder News: જામનગરના સિક્કા ગામમાં તલવારના ઘા ઝીંકી મહિલાની હત્યાથી ખળભળાટ
અશ્લીલ માગણી ન સ્વીકારતા જામનગરના સિક્કામાં વિધવા મહિલાની કરાઈ હત્યા. આ હત્યાનો આરોપ છે મૃતકના જ પ્રેમી અને હોટલ સંચાલક પર. સિક્કાની પંચવટી વિસ્તારમાં રહેતી બે સંતાનની માતા અને 36 વર્ષીય વિધવા નીલમબેશ અશવાર ઘરે હતી ત્યારે મોડીરાત્રીના પ્રેમી સુખદેવસિંહ જાડેજા આવ્યો હતો. જેને મહિલા પાસે અઘટિત માગણી કરી હતી.. જોકે મહિલાએ માગણી ન સ્વીકારતા બબાલ થઈ... આ દરમિયાન આરોપી સુખદેવસિંહે પિત્તો ગુમાવ્યો અને વિધવા પર તલવાર લઈને તૂટી પડ્યો.. એક બાદ એક એમ ચાર ઘા ઝીંકતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું.... હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો... મૃતક મહિલાના ભાઈ જયદીપ વ્યાસે આ અંગે સિક્કા પોલીસમાં ફરિયાદ નોંધાવી... પોલીસે ફરિયાદના આધારે આરોપી સુખદેવસિંહ જાડેજાની શોધખોળ શરૂ કરી...
Tags :
Jamnagar Murder News: