જામનગરના લાલપુરમાં ધોરણ 6 અને 7ના વર્ગો મર્જ કરવાના નિર્ણયનો કરાયો વિરોધ, જુઓ વીડિયો
જામનગરના લાલપુરમાં ધો.6 અને 7ના વર્ગોને મર્જ કરવાના નિર્ણયનો વિરોધ કરાયો હતો. યુથ કૉંગ્રેસે વાલીઓને સાથે રાખીને લાલપુર તાલુકાના હરિપુર ગામે પ્રશાસનના નિર્ણયનો વિરોધ કર્યો હતો. પ્રશાસને હરિપુર ગામની શાળાના જુદા-જુદા વર્ગો લાલપુર તાલુકાની 19 શાળામાં મર્જ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે યુથ કૉંગ્રેસ અને વાલીઓએ આજે યોજાયેલો બદલી કેમ્પ પણ રદ્દ કરવાની માંગ કરી હતી.