CM રૂપાણી અભયભાઇને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ જશે, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામા આવ્યો હતો. રાજકોટ ભાજપના નેતાઓ અભયભાઈના પાર્થિવદેહને લઈને બાયરોડ રાજકોટ રવાના થયા હતા. જ્યાં અભયભાઈના પાર્થિવ દેહને બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે... ત્રણ વાગ્યા બાદ કોવિડ-19ના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.. અંતિમ દર્શન કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. કાલાવડ રોડ પર આવેલા મોટામૌવા સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધી કરાશે. અંતિમ યાત્રામાં માત્ર પરિવારજનોની ઉપસ્થિતિ રહેશે.
Continues below advertisement