Jamnagar News : જામનગરમાં KYC અપડેટ માટે લોકોને ભારે હાલાકી, જુઓ અહેવાલ

જામનગરમાં KYC અપડેટ માટે લોકોને ભારે હાલાકી. જોલી બંગલા નજીક આધારકાર્ડ કેન્દ્રના અપડેટ સેન્ટર પર રોજ ત્રણસોથી વધુ લોકો આવે છે. પંરતું આ કેન્દ્ર પર માત્ર રોજ 100 લોકોને ટોકન આપવામાં આવતી હોવાની લોકોએ ફરીયાદ કરી. અરજદારોએ વ્યથા ઠાલવી કે... બે-ત્રણ દિવસથી વહેલી સવારથી આવીએ છીએ પરંતુ કામગીરી થઈ શકતી નથી. જો કે જોલી બંગલો સિવાય અન્ય કેન્દ્ર પર અપડેટ કરવાની કામગીરી થાય છે. પરંતું ત્યાં અપડેટની કામગીરી ન થતી હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી તરફ અધિકારીઓએ દાવો કર્યો કે.  સ્થિતિ સુધરે તેવા વધુ પ્રયાસ કરીશું.

સરકાર એક ઝાટકે એવું જાહેર કરી દે છે ડોક્યુમેન્ટ લીકં કરો KYC કરો પણ તેના માટે જમીની વાસ્તવિકતા અને આવા હુકમો પછી ગ્રાઉન્ડ લેવેલે કેવું કામ થાય છે અને લોકોને કેવી હાલાકી ભોગવવી પડે છે તેના પર સરકારે ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. હાલમાં આધારકાર્ડ, રેશનકાર્ડ અપડેટ KYC માટેની પ્રકિયા રાજ્યમાં તમામ સ્થળોએ ચાલી રહી છે .પણ આવા સેન્ટરો પર વહેલી સવારથી જરૂરિયાતમંદ લોકો લાંબી લાઈનો લગાવીને બેસી જાય છે અને છતાં વારો આવશે તેવું નક્કી નથી. આજે જામનગરના જોલીબંગલા નજીક આવેલ આધારકાર્ડ કેન્દ્ર પર એબીપી અસ્મિતાની ટીમ પહોચી અને લાઈનમાં રહેલ લોકો સાથે વાત કરી ત્યારે હાજર લોકોએં પોતે કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે તે વ્યથા એબીપી અસ્મિતા સમક્ષ વર્ણવી જો કે આ મામલે મનપાના અધિકારી કહે છે કે લોકોને હાલાકી ના પડે તેવા પ્રયાસો અમારા છે અને વધુ પ્રયાસો કરીશું જેથી લોકોને મુશ્કેલી ના ભોગવવી પડે.
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola