Jamnagar News । જામનગર કલેક્ટર કચેરી બહાર પાણી મુદ્દે માટલા ફોડી વિરોધ પ્રદર્શન

Jamnagar News । જામનગર કલેક્ટર કચેરી બહાર પાણી મુદ્દે માટલા ફોડી વિરોધ પ્રદર્શન

 

ઉનાળાની ઋતુ પૂર્ણતાને આરે છે અને વરસાદની ઘડીઓ ગણાઈ રહી છે, એવામાં થોડા દિવસો રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સર્જાવવાના દ્રશ્યો સામે આવતા રહેશે, ત્યારે આજે જામનગર જીલ્લાના જામજોધપુર વિધાનસભાના આપના ધારાસભ્ય હેમંત ખવા તેમના વિસ્તારના કેટલાક લોકો સાથે જામજોધપુર અને લાલપુર તાલુકાના કેટલાક વિસ્તરોમાં નલ જે જલ યોજનાની વાતો વચ્ચે આજની તારીખે પણ પાણીની પાણીની લાઈનો પહોચી ના હોવાથી ભારે હાલાકી ભોગવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, અનિયમિત પાણીની ફરિયાદો વચ્ચે અધિકારીઓ ઉડાઉ જવાબ આપતા હોવાનું પણ આપ ધારાસભ્યએ રજુઆતમાં જણાવ્યું આવેદનપત્ર આપી રજૂઆત પૂર્ણ થઇ ચુક્યા બાદ કલેકટર કચેરી બહાર માટલાઓ ફોડી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને પોલીસ સાથે રકજક કરી હતી જે બાદ ધારાસભ્ય હેમંત ખવા સહિતનાઓને પોલીસ મથકે લઇ જવાયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola