Khambhaliya Home Collapse | ખંભાળિયામાં મકાન ધરાશાયી, 3ના મોત, 7 ઘાયલ

Khambhaliya Home Collapse | છેલ્લા કેટલાક દિવસથી દેવભૂમિ દ્વારકામાં અતિશય વરસાદ આફતરૂપ બન્યો છે. દ્વારકાના ખંભાળાયામાં  મકાની છત  ધરાશાયી થતાં એક જ પરિવારના 3 લોકોના કમકમાટીભર્ચા મોત નિપજ્યાં છે. જ્યારે 7 લોકોને ગંભીર ઇજા પહોંચી. છે. મકાનના કાટમાળની નીચે દબાઇ છતાં ગંભીર ઇજા થતાં પરિવારના 3 લોકોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા જ્યારે અન્ય  7 લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. સાતેય લોકોને ગંભીર ઇજા પહોંચતા તાબડતોબ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, આ મકાન જર્જરિત હતું અને દેવભૂમિ દ્રારકાને મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ઘમરોળી રહ્યાં  છે. તો ભેજ લાગતા આખરે મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ પરિવારના 3 લોકોની જિંદગી ન બચાવી શકાય. એનડીઆરએફની ટીમે ત્રણ લોકોના મૃતદેહને કાટમાળથી બહાર કાઢ્યા હતા જયારે અન્ય 7ને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola