જામનગરઃ હત્યાના આરોપીને VIP સગવડ આપવા માટે બે પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ
જામનગરમાં હત્યાના આરોપીને વીઆઈપી ટ્રિટમેન્ટ આપ્યાના વાયરલ વીડિયો બાદ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવશે. આરોપીને મોંઘીદાટ કારમાં કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા પોલીસ વડાએ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે.