રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં સિંહના ધામા, અરડોઇ જવાના રસ્તા પર બેસી ગયા સિંહ
Continues below advertisement
રાજકોટ જિલ્લામાં ફરી સિંહ દેખાયા હતા. કોટડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામ જવાના માર્ગો પર સિંહો દેખાયા હતા. જંગલ વિસ્તાર છોડી ગામડા સુધી સિંહ પહોંચતા લોકોમાં ભયનો માહોલ છે. છેલ્લા 15 દિવસમાં રાજકોટ જિલ્લાના અનેક ગામડામાં સિંહના આંટાફેરા દેખાયા છે. હાલ આ સિંહના આંટાફેરાનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે.
Continues below advertisement