સુરતમાં 12 કરોડનું ફૂલેકું ફેરવી કોણ થયું ફરાર? સાત હજારથી વધુ રોકાણકારો ફસાયા
સુરતમાં રોકાણની આકર્ષક સ્કીમો બતાવી શક્તિ મલ્ટીપર્પઝ સોસાયટીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું હતું. સુરત સહિત દક્ષિણ ગુજરાતના 7 હજારથી વધુ રોકાણકારો ફસાયા હતા. 12 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવી સંચાલકો ફરાર થયા હતા. શક્તિ મલ્ટીપર્પઝ કંપની મહારાષ્ટ્રના પુણેમાં આવી છે. તેની શાખા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છે. રોકાણકારોને બેન્ક કરતા પણ વધુ 9 થી 12 % વ્યાજ ની લાલચ આપવામાં આવી હતી