Gold Silver Price | સોના-ચાંદીના ભાવમાં થઈ શકે છે વધારો, એક તોલાનો ભાવ આટલો થઈ શકે છે
તહેવારો પહેલા સોના-ચાંદીના ભાવમાં થઈ શકે છે વધારો.અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં વધારાના સંકેત આપ્યા છે, જેથી આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે. હાલ 10 ગ્રામ સોનાનો ભાવ 75 હજાર 630 જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 94 હજારની પાર પહોંચ્યો છે. જાણકારોનું માનીએ તો, રોકાણ માટે સોના-ચાંદીની ખરીદી કરવાનો હાલ શ્રેષ્ઠ સમય છે. સોની વેપારીઓનો અંદાજ છે કે, સોનાના ભાવ આગામી દિવસોમાં 80થી 90 હજાર પહોંચી શકે છે..તો ચાંદી પણ એક લાખની સપાટી ક્રોસ કરશે.
આગામી સમયમાં આવી રહેલા તહેવારોમાં સોના ચાંદીનો ભાવમાં વધારો થઈ શકે છે. અમેરિકાએ જે રીતે વ્યાજદર વધારવાના સંકેત આપ્યા છે તેને જોતાં આગામી સમયમાં સોના ચાંદીનો ભાવ આસમાને પહોચી શકે છે. જોકે હાલ સોનુ 75 ,630 જ્યારે ચાંદી 94000 ને પાર થઈ ગયું છે.. ત્યારે સોનુ ચાંદી ખરીદવા માટે ગ્રાહકોને હાલ શ્રેષ્ઠ સમય માનવામાં આવી રહ્યો છે રોકાણકારો પણ હાલ સોના ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે કારણ કે તેમનું વળતર સારું મળી રહ્યું છે.. જોકે અત્યારે ગ્રાહકો જૂનું સોનું કાઢીને નવા સોનાની પણ ખરી કરી રહ્યા છે 20 થી 30 ટકા લોકો ઓલ્ડ ગોલ્ડ ને પ્યોર ગોલ્ડમાં કન્વર્ટ કરી રહ્યા છે જ્યારે 70% લોકો હજુ પણ સોના ચાંદીની ખરીદારી કરી રહ્યા છે બુલીયન વેપારીઓનું માનવું છે આગામી સમયમાં 80 થી 90,000 રૂપિયા સોનું પહોંચી શકે છે જ્યારે ચાંદી 100000 ને પાર થાય તેવી શક્યતા છે.