Banaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચી

Continues below advertisement

Banaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચી

પાલનપુર હનુમાન ટેકરી પાસે બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતા. સમયે ત્યાંથી પસાર થતાં યુવકને એક આખલાએ અડફેટે યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવકને આંખ પાસે ખૂબ ઇજા પહોંચી છે. એક આખલો તેની ઉપર પડ્યો હતો. જેને લઇ યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. 

પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં એગોલા રોડ પર આવેલ સ્વાગત પરિસર સોસાયટીમાં રહેતા  ભૌમિક  ઠાકર (ઉ. વ. 21)ને આખલાએ અડફેટે લીધો હતો. મોડી રાત્રે દસ વાગે ચાલવા જતો હતો, ત્યારે રોડ પર આખલો ભૌમિક ઉપર પટકાયો હતો. ઘટનાને પગલે  આજુબાજુથી લોકો દોડી આવી આખલાને ઉભો કરી તેના નીચે દટાયેલા ભૌમિકને બહાર કાઢ્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram