
Banaskantha Accident : ડીસા હાઈવે પર બાઇકમાં અચાનક લાગી આગ, ચાલકનું મોત
Continues below advertisement
Banaskantha Accident : ડીસા હાઈવે પર બાઇકમાં અચાનક લાગી આગ, ચાલકનું મોત
બનાસકાંઠામાં ડીસા ભિલડી હાઈવે પર કરુણ ઘટના બની. બાઈકમાં આગ લાગતા ચાલકનું મોત થઈ ગયું. જો કે બાઈકમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. બનાવની જાણ થતા પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ ચાલુ કરી હતી. વડાવળ નજીક આ આગની ઘટના બની છે. બાઈકમાં અચાનક આગ લાગી છે, જેમાં બાઈક ચાલકનું મોત થયું છે. ઘટનાની જાણ થતા 108 સહિત નેશનલ હાઈવેની ઓથોરિટીની જે ટીમ છે પેટ્રોલિંગની તે પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે બાઈકમાં કયા કારણોસર આગ લાગી. અકસમાત સર્જાયો કે પછી અચાનક બાઈકમાં આગ લાગી, જેના કારણે એક વ્યક્તિનું જે મોત થયું છે. સમગ્ર મામલાને લઈને ભીલડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને મૃતદેહને પીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડીને વધુ તપાસ પણ હાથ ધરી છે.
Continues below advertisement