મહુડીમાં આવેલું ઘંટાકર્ણ મહાવીર દેવનું મંદિર દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. મહુડી સંઘની સ્થાપના આશરે સો વર્ષ પહેલા પટેલ કુળમાં જન્મેલા જૈન સમુદાયના મહાન આચાર્ય શ્રીમદ્ બુદ્ધિ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તે ચાર પરિવારના વડીલો સાથે રાખીને કરવામાં આવી હતી. આ ચાર પરિવાર એટલે કે મહેતા પરિવારના બે વડીલો શાહ પરિવારના એક વડીલ અને વોરા પરિવારના એક વડીલ રાખીને સંઘ બનાવવામાં આવ્યો. આ સંઘમાં સભ્ય મહુડી ગામના આચાર પરિવારના સભ્ય આજીવન સભ્યો છે જેમાં ટ્રસ્ટના સભ્યોએ ટ્રસ્ટમાં ચાલતી ગેરરિતી બહાર લાવવાનો પ્રયાસ કર્યો. દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીના સમય દરમિયાન વોરા પરિવાર વાના ભુપેન્દ્ર વોરા તેમજ કમલેશ મહેતાએ ૨૦ ટકા કમિશનને લઈને આર્થિક લાભ લઈને નાણા બદલ્યા હોવાના પુરાવા રજૂ કર્યા આ સિવાય આદર્શ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન મુકેશ મોદીએ લોકો સાથે છેતરપિંડી કરે છે અને તે સ્કેમના બરાબર હિતેદાર મહુડી સંઘના ભુપેન્દ્ર વોરાએ તેમના નાણાથી સોનુ ખરીદેલું છે તેનું બિલ આપણે કોન્ફરન્સમાં પણ રજૂ કરવામાં આવ્યો સ્કેમમાં નાણા ખરીદે છે અને તેવું જાણવા છતાં ઉપેન્દ્ર વોરાએ આ સોનુ હાલ મહુડીની ઓફિસમાં રાખેલ છે જેની તપાસ cid ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.. આમ ભુપેન્દ્ર વોરા 14 કરોડ તેમજ 130 કિલો સોનાની ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ અંકિત મહેતાએ લગાવ્યો..