દૂધસાગર ડેરીના ભેળસેળ વાળા ઘીની પશુઆહાર માટે ઉપયોગની મળી મંજૂરી, પ્રતિ કિલો કેટલા છે ભાવ?
મહેસાણા(Mehsana)માં દૂધસાગર ડેરી(Dudhsagar Dairy)ના ભેળસેળ વાળા ઘીનો પશુ આહાર(Animal Feed) માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.મંડળીઓને પ્રતિ કિલો 225 રૂપિયાના ભાવે વેચાણ કરવામાં આવશે. અગાઉ ભેળસેળ વાળા ઘીનું વેચાણ FSSAIએ સ્થગિત કર્યું હતું.