PM Modi Speech: મેડ ઇન ઇન્ડિયા લખેલી EV કાર દુનિયાના દેશોમાં દોડશે

PM Modi Speech:  મેડ ઇન ઇન્ડિયા લખેલી EV કાર દુનિયાના દેશોમાં દોડશે

મહેસાણા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​(મંગળવાર, 26 ઓગસ્ટ, 2025) ગુજરાત પ્રવાસ દરમિયાન મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક SUV Maruti e-Vitaraને લીલી ઝંડી આપી. આ પ્રસંગે તેમણે  હાંસલપુર પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન પણ કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ઇ-વિટારા'ને ફ્લેગ ઓફ પહેલા કહ્યું હતું કે આ ભારતની આત્મનિર્ભરતા અને ગ્રીન મોબિલિટીનું કેન્દ્ર બનવા તરફનો એક ખાસ દિવસ છે. હાઈબ્રીડ બેટરીના પ્લાન્ટના ઉદ્ધઘાટન બાદ  પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે. “EVને પહેલા વિકલ્પ તરીકે જોવાતો હતો., EV હવે અનેક સમસ્યાઓનું નક્કર નિરાકરણ છે. ભારતના નવા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે,  પાછલા વર્ષોમાં બનાવેલી નીતિઓ હવે કામ લાગે છે. મોબાઈલ નિર્માણ 2700 ટકાની વૃદ્ધિભારત-જાપાન વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય શરૂ કરશે. ભારત-જાપાન એકબીજાની જરૂરિયાત પૂર્ણ કરે છે.ભારત-જાપાનની દોસ્તી અતૂટ છે અને અતૂટ રહેશે, વોકલ ફોર લોકલને મંત્ર બનાવવા PM મોદીએ હાકલ કરી છે. 2027 સુધીમાં વિકસિત ભારત બનાવીને રહીશું”

100 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, "આજે ભારતની આત્મનિર્ભરતા અને ગ્રીન મોબિલિટીનું કેન્દ્ર બનવા તરફનો એક ખાસ દિવસ છે. હાંસલપુરમાં આયોજિત કાર્યક્રમમાં 'ઇ-વિટારા'ને લીલી ઝંડી આપવામાં આવશે. આ બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) ભારતમાં બનાવવામાં આવે છે અને 100 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આપણા બેટરી ઇકોસિસ્ટમને વેગ આપવા માટે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડનું ઉત્પાદન પણ ગુજરાતના એક પ્લાન્ટમાં શરૂ કરવામાં આવશે.

80 ટકાથી વધુ બેટરી હવે ભારતમાં બનાવવામાં આવશે

ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ એક મોટું પગલું ભરતા પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે ગુજરાતમાં TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે ભારતના બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું ઉદ્ઘાટન પણ કર્યું. તોશિબા, ડેન્સો અને સુઝુકીના સંયુક્ત સાહસ આ પ્લાન્ટ સ્થાનિક ઉત્પાદન અને સ્વચ્છ ઉર્જા નવીનતાને પ્રોત્સાહન આપશે. આ સાથે 80 ટકાથી વધુ બેટરી હવે ભારતમાં બનાવવામાં આવશે.

આ ઐતિહાસિક પહેલ ભારતના ગ્રીન ટ્રાન્સપોર્ટેશન માટે વૈશ્વિક હબ તરીકે ઉદભવને પ્રતિબિંબિત કરે છે અને 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' પ્રત્યેની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પણ આગળ ધપાવે છે. આ સિદ્ધિ સાથે ભારત હવે સુઝુકીના ઇલેક્ટ્રિક વાહનો માટે વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola