Arvalli News : બાયડમાં ડીજે વગાડવા મામલે 2 ડીજે સંચાલકો વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
Arvalli News : બાયડમાં ડીજે વગાડવા મામલે 2 ડીજે સંચાલકો વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
અરવલ્લીના બાયડમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. મોડાસા-બાયડ સ્ટેટ હાઈવે પર મારામારીનો વીડિયો વાયરલ થયો છે. 2 દિવસ અગાઉ થયેલી મારામારીનો વીડિયો વાયરલ થયો છે. ડીજે વગાડવા બાબતે બે ડીજે સંચાલકો આવ્યા આમને-સામને આવી ગયા હતા. સોશલ મીડિયામાં વીડિયો થયો વાયરલ. જોકે, આ મામલે પોલીસ ફરિયાદ ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, બે દિવસ પહેલા ઊંચા અવાજે ડીજે વગાડવા મામલે 2 સંચાલકો આમને સામને આવી ગયા હતા અને તેમની વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.