Kadi Landslide | કડીમાં 9 લોકોનો ભોગ લેનાર દુર્ઘટનામાં 3 સામે ફરિયાદ, FIRમાં કંપનીના માલિકનું નામ નહીં
મહેસાણામાં જાસલપુર ગામમાં કંપનીમાં બનેલી દુર્ઘટના મામલે ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નવ શ્રમિકોના મોત થયા હતા. કંપનીના કોન્ટ્રેક્ટર જયેશ દોશી, એન્જિનિયર કૌશિક પરમાર અને લેબર કોન્ટ્રેક્ટર દિનેશ ભૂરિયાવાળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે ફરિયાદમાં ફેક્ટરીના માલિકનો કોઈ ઉલ્લેખ નથી, જેના કારણે પોલીસે નોંધેલી ફરિયાદને લઈને સવાલ પણ ઊભા થઈ રહ્યા છે.
સ્ટીલ ઈનોક્સ સ્ટેનલેસ પ્રાઈસ લિમિટેડ નામની કંપનીમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ઉતરીને 10 મજૂરો દીવાલનું ચણતર કરી રહ્યા હતા. આ સમયે અચાનક માટીની ભેખડ થસી પડી, જેમાં માત્ર એકનો બચાવ થયો, બાકીના નવ શ્રમિકોના મોત થઈ ગયા.
કડીના જાસલપુર પાસે જે રીતે ઘટના બની હતી અને નવ શ્રમિકોના મોત થયા હતા, તેને લઈને હવે પોલીસે ફરિયાદ તો નોંધી છે, પરંતુ પોલીસની કામગીરી ઉપર સવાલ ઊભા થયા છે. કારણ કે જે રીતે પોલીસે માત્ર ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે, જેમાં કંપનીમાં જે કામ કરતા કોન્ટ્રેક્ટર હતા, જયેશ જોશી, તેમાંથી એન્જિનિયર કૌશિક પર્માર અને લેબર કોન્ટ્રેક્ટર દિનેશ ભુડિયા સામે ફરિયાદ નોંધી છે. જ્યારે કંપનીનો માલિક છે, તેની સામે કોઈ કાર્યવાહી નથી કરી. પોલીસની આ ફરિયાદ ક્યાંકે શંકાના દાયરામાં છે. કારણ કે જે રીતે કંપનીના માલિકને બચાવવામાં આવે છે, શું? કંપનીના માલિકને જાણબાર આ કામ થતું હતું? તે પણ સવાલ છે.
કંપનીની અંદર કામ થતું હતું ત્યારે શું કંપનીના માણસો કે કંપનીના ત્યાં માલિક નહતા? તે પણ એક સવાલ છે. શા માટે કંપનીના માલિક સામે કોઈ પણ કાર્યવાહી ના થઈ? તે પણ એક સવાલ છે અને એને અનેક સવાલો ઊભા થયા છે કારણ કે જે રીતે ફરિયાદ નોંધવામાં આવે છે.
હાલમાં તો મોળી રાતે આ સમગ્ર ફરિયાદ નોંધીને ત્યારબાદ જે મામલો રફે દફે કરવાની કોશિશ કરવામાં આવી છે. પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થયા છે. જે રીતે આ ફરિયાદ નોંધાય છે, તેને લઈને ક્યાંકને ક્યાંક કંપનીના માલિકને બચાવતી પોલીસ હોય તેવું લાગી રહ્યું છે.