Kadi Landslide | કડીમાં મોટી દુર્ઘટના | ભેખડ ધસી પડતાં 9 મજૂર દટાયા, 5ના મોત | ABP Asmita

મહેસાણા: મહેસાણાના કડીના જાસલપુર ગામ નજીક  એક મોટી દુર્ઘટના બની છે. જાસલપુરમાં એક ભેખડ ધસી પડતા 5 શ્રમિકોના મોત થયા છે. ભેખડ ધસી પડતા 9 શ્રમિકો દટાયા હતા.  માટીની ભેખડ ધસી પડી હતી. આ ભેખડ ધસી પડતાં તેની અંદર મજૂરો દટાયા હતા.  જેમાંથી પાંચ મજૂરોના માટીમાં દબાઈ જવાના કારણે  મોત નીપજ્યા છે. હાલમાં પાંચ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.   આ ઉપરાંત અન્ય ચાર જેટલા મજૂરો  નીચે દટાયા હોવાની આશંકા છે.

આ ઘટના સ્થળે હાલ પાંચ જેટલી એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો પહોંચ્યો છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ  કામગીરી શરૂ કરવામાં આવી છે. જાસલપુર -અલદેસણ ગામ વચ્ચે ખાનગી કંપનીમાં કરૂણ ઘટના બની હતી.  અંડર કન્સ્ટ્રક્શન સ્ટીલ કંપનીમાં કામ ચાલતું હતું. આ દરમિયાન અચાનક જ માટીની ભેખડ ધસી પડતા મોટી દુર્ધટના સર્જાઇ હતી. 

પાંચ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર હાજર છે.  હાલ મજૂરોને બહાર કાઢવાનું કામ JCB ની મદદથી કરવામાં આવી રહ્યું છે. પાંચ શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola