Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિ
Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી | ગામમાં અજંપાભરી શાંતિ
મહેસાણાથી પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ, વિસનગર તાલુકાના કમાણા ગામે બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે. બાઈકનો હોર્ન વગાડવાના મુદ્દે બે જૂથો સામસામે આવી ગયા અને એકબીજા પર પથ્થરમારો કર્યો. આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉશ્કેરાયેલા લોકોએ બાઈક, મકાન અને પંચાયત ઓફિસની આસપાસ તોડફોડ મચાવી. બનાવની જાણ થતાં વિસનગર ડીવાયએસપી સહિત પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો અને સ્થિતિને કાબુમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા. પોલીસ કાફલો આખા ગામમાં ખડકી દેવામાં આવ્યો છે જેથી કોઈ પ્રકારનું છમકલું ન થાય.
દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગામમાં બે અલગ અલગ જ્ઞાતિના જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારબાદ ગામમાં આવેલા કેટલાક મકાન અને ગામની વાળીમાં વાહનોમાં તોડફોડની ઘટના બની છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મોટરસાઈકલ ઉપર મારીને તેને તોડવામાં આવ્યું છે. સાથે અહીંયા જે અન્ય મકાન હતા ત્યાં પણ તોડફોડ કરવામાં આવે છે.
હાલમાં ગામમાં અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો હાલ એકઠા થયા છે પરંતુ ગામમાં હાલ અજંપા ભરી શાંતિ છે. બીજી તરફ પોલીસનો મોટો કાફલો અહીંયા હાલ જોવા મળ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસની અલગ અલગ વાનો અહીંયા પડેલી જોવા મળી રહી છે.
જે રીતે સંખ્યાની અંદર પોલીસ કાફલો ગામમાં પહોંચ્યો છે અને ગામમાં હાલ બંદોબસ્ત જોવા મળ્યો છે. જે રીતે લગાતાર ગામની અંદર આ રીતે જૂથ અથડામણ થઈ અને ત્યારબાદ પોલીસ પણ પહોંચી હતી. જો કે પોલીસે હાલ સાતથી વધારે લોકોને રાઉન્ડ અપ કર્યા છે. પોલીસે ગામમાં જૂથ અથડામણ રોકવા માટે બે ટીયર ગેસના સેલ છોડા હતા. હાલમાં પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે અને ગામમાં અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે.