Himatnagar ST Bus Drown | હિંમતનગરમાં અંડરપાસમાં ડૂબી ગઈ આખી ST બસ, કરાયું રેસ્કયૂ

Continues below advertisement

સાબરકાંઠા:  સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. હિંમતનગરમાં પણ વરસાદ વરસ્યો છે. હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે.  રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ છે. બસ પાણીમાં ડૂબી હોય તેવા વીડિયો પણ વાયરલ થયા છે. હિંમતનગરથી વીરાવડા - હમીરગઢ બસ હમીરગઢ અંડર બ્રિજના પાણીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બસ પાણીમાં ગરકાવ થઈ હતી. 

એસટી બસ અંડર બ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી હતી. આસપાસના ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં વર્ષોથી ભરાતું રહે  છે. દર વર્ષે ચોમાસામાં અંડર બ્રિજમાં પાણી ભરાય છે. વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે.  હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ગાંભોઇ હાઈવે પર અડધોથી એક ફૂટ પાણી ભરાયા છે.  ગાંભોઈ પોલીસ સ્ટેશન આગળ પાણી ભરાયા છે. પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટથી ઓફિસના ગેટ સુધી પાણી ભરાયા છે.  ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram