પક્ષ સામે બળવો કરનાર 15 સભ્યોને મહેસાણા ભાજપે કેટલા વર્ષ માટે કર્યા સસ્પેન્ડ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ કાર્યકરોએ અપક્ષ અને અન્ય પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે તેના કાર્યકરો સામે મહેસાણા જિલ્લા ભાજપે કાર્યવાહી કરી હતી. મહેસાણા જિલ્લામાં ભાજપ સામે બળવો કરનાર 15 કાર્યકરો અને હોદ્દેદારોને પક્ષમાંથી સસ્પેંડ કરવામાં આવ્યા.મહેસાણા તાલુકાના એક, મહેસાણા શહેરના બે અને ઉંઝાના 11 ભાજપના સક્રિય કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેંડ કરાયા હતા.