Mehsana Bootlegger | અમારો બાપ-દાદાનો ધંધો દારૂનો જ છે .... અમે દારૂ વેચવી છી.... | વીડિયો વાયરલ

Mehsana Bootlegger | મહેસાણાના વડનગરમાં બુટલીગરનો એક વિડીયો વાયરલ થયો હતો.  રાજ્યમાં ફરી દારૂબંધીના લીરે લીરો ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. મહેસણાના વડનગરમાં બુટલીગરનો એક વિડીયો વાયરલ થયો છે. ઘરમાં જ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોવાનો દાવો કરતો વિડીયો વાયરલ થયો. બાપ દાદાના સમયથી દારૂનું વેચાણ કરતો હોવાની બુટલીગરે કબુલાત કરી છે. વડનગરમાં 10 દારુના અડ્ડા ચાલતા હોવાની બુટલીગરી કબૂલાત કરી પોલીસને પણ ખબર હોવાની વાત કરી છે. અમારા બાપ દાદાનો ધંધો છે. તેમ તેઓ વીડિયોમાં કહી રહ્યા છે.  વિસનગરના ડીવાયસપી દિનેશ સિંહ ચૌહાણે કહ્યું કે, હું આપને એક સ્પષ્ટતા કરી દઉં કે આજે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયેલો છે એ ખૂબ જૂનો એક વિડીયો બનાવેલો છે અને વડનગર પોલીસ સ્ટેશનની હદમાં પીપળદર ગામ જે આવેલું છે. ત્યાંનો છે.  તે ગામનો આ સુભાષ ભીખા જેસવાલ કરીને બુટલેગર છે જે અમારા પોલીસ લિસ્ટમાં એક લિસ્ટેડ બુટલેગર છે અને એના ઉપર અવારનવાર અમારા તરફથી કેસો કરવામાં આવેલા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola