Mehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં
મહેસાણા જિલ્લામાં આજે મેઘરાજાએ કડીને ઘમરોળ્યું છે.. કડીમાં ગઈકાલે સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.. બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી પાણી થયા છે... સવા બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.. અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકીની સ્થિતિ સર્જાઈ છે..
ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં વરસાદ સાથે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે.અમદાવાદ હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, બે દિવસ સુધી આખા રાજ્યમાં મેઘ ગર્જનાની વોર્નિંગ આપી છે. આ સાથે તેમણે પાંચ દિવસ માછીમારો માટે ચેતવણી આપી છે.