L K Advani| ફરી લાલકૃષ્ણ અડવાણીની લથડી તબિયત, એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીની તબિયત બુધવારે (3 જુલાઈ) ફરી એકવાર બગડી હતી. લાલકૃષ્ણ અડવાણીને તાત્કાલિક દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ડૉ. વિનીત પુરી એપોલો હોસ્પિટલમાં લાલકૃષ્ણ અડવાણીની સારવાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાની હાલત સ્થિર છે.
લાલ કૃષ્ણ અડવાણીના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે તેમને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ પહેલા 96 વર્ષીય અડવાણીને બુધવારે મોડી રાત્રે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાનને વય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓ 2014થી સક્રિય રાજકારણથી દૂર છે. હાલમાં જ તેમની તસવીર સામે આવી હતી, જ્યારે એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને તેમના ઘરે મળવા ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.