મહેસાણાઃ દીકરાના લગ્નમાં લોકોને ફૂડ પોઇઝનિંગઃ વાત કરતા કરતા વઝીરખાન રડી પડ્યા, જુઓ વીડિયો
કોંગ્રેસ નેતા વજીરખાન પઠાણ ના પુત્રના લગ્ન પ્રસંગે ફૂડ પોઇજનિંગ થયું હતું. આ મામલે કોંગ્રેસ નેતા વજીરખાન પઠાણે નિવેદન આપ્યું હતું કે, મોટાભાગના લોકોએ દૂધીનો હળવો ખાધો તેને આ તકલીફ થઇ છે. દેશની સૌથી મોટી કેટરિંગ બ્રાન્ડને ઓર્ડર આપ્યો હતો હાલ મોટાભાગના લોકો સારવાર લઈને સ્વસ્થ થઈ ગયા છે. અમે લોકોએ તમામ લોકોને સારવાર અપાવવામાં મદદ કરી. સારવાર નો ખર્ચ પણ અમારા પરિવારે ઉપાડ્યો. મને ઘણું દુઃખ થયું છે મારા ત્યાં અવસર હોય અને આવું થાય તો મારાથી વધુ દુઃખી ન હોઈ શકે. આમ, વજીર ખાન વાત કરતા કરતા રડી પડ્યા હતા.