Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024

Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024

રાજ્યમાં ઓઇલ મીલરો પર હવે તવાઇ આવી શકે છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યમાં ચાલી રહેલી ઓઇલ મીલો અને તેના માલિકો પર મોટો આરોપ લગાવ્યો છે. નીતિન પટેલનો આરોપ છે કે, રાજ્યમાં 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે. જો આવુ જ ચાલુ રહેશે તો હું બધા ગૉડાઉનને સીલ કરાવી દઇશ.

લાંબા સમય બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવ્યા છે, આ વખતે કોઇ રાજકીય નહીં પરંતુ ઓઇલ મીલરો પર નિશાન સાધ્યુ છે. નીતિન પટેલે તાજેતરમાં જ ઓઇલ મીલરો પર સીધો હુમલો કરતાં કહ્યું કે, રાજ્યમાં ઓઇલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola