Duplicate ghee: મહેસાણામાં ફરી એક વખત નકલી ઘીના કાળા કારોબારનો થયો પર્દાફાશ

Continues below advertisement

મહેસાણામાં ફરી એક વખત નકલી ઘીના કાળા કારોબારનો થયો પર્દાફાશ..આ વખતે કડી પાસેથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો..કડી પોલીસે બાતમી આધારે મારુતિ ફુડ પ્રોડક્ટ કંપનીના ગોડાઉનમાં દરોડા પાડ્યા...જ્યાથી શંકાસ્પદ ઘીના અંદાજે 115 જેટલા ડબ્બા મળી આવ્યા..કંપનીના સંચાલકો દાવત પ્યોર ઘીના નામે નકલી ઘી બનાવતા હોવાનો ખુલાસો થયો છે..હાલમાં પોલીસે ઘી બનાવવાની મશીનરી, 115 ડબ્બા ઘીનો જથ્થો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..થોડા દિવસ પહેલા કડીના બુડાસણમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. હરિઓમ પ્રોડક્ટસ, રાજરત્ન એસ્ટેટમાંથી ઘીનો જથ્થો ઝડપાયો હતો..તો આજે સવારે મહેસાણા જીઆઈડીસીમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ક્રિષ્ના ડેરી અને નમન ડેરીમાં દરોડા પાડી 2 લાખ કરતા વધુનો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram