Gujarat Farme: પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતો માટે સારા સમાચાર

Continues below advertisement

Gandhinagar : આ વર્ષે ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. પાછોતરા વરસાથી તૈયાર પાકને પણ નુકસાન થયું છે. પાકમાં થયેલા નુકસાનને લઈને ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે 1419.62 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. 20 જિલ્લાના 136 તાલુકાનો આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી 6 હજારથી વધુ ગામોને આ રાહત પેકેજનો લાભ મળશે. આજે પ્રવક્ત મંત્રી ઋષિકેશ પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી હતી.

રાજ્ય બજેટ સહાયમાંથી 362 કરોડની સહાય

ઓગસ્ટ મહિનામાં પડેલા વરસાદને લઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ રાહત પેકેજમાં જે જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેા પર નજર કરીએ તો, પંચમહાલ, નવસારી, સુરેંદ્રનગર, દ્વારકા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ,સુરત, પાટણ, છોટાઉદેપુર જિલ્લાનો સમાવેશ થાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram