
Gujarat HMPV Case : ગુજરાતમાં HMPV વાયરસનો નોંધાયો વધુ એક કેસ, જુઓ અહેવાલ
Gujarat HMPV Case : ગુજરાતમાં HMPV વાયરસનો નોંધાયો વધુ એક કેસ, જુઓ અહેવાલ
રાજ્યમાં વધુ એક HMPVનો પોઝિટિવ કેસ નોંધાતાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંક સાત પર પહોંચ્યો હતો. અમદાવાદમાં જે પોઝિટિવ કેસ નોંધાયો છે તે 69 વર્ષીય મહિલા દર્દી મૂળ મહેસાણા જિલ્લાનાં વિજાપુર તાલુકાનાં છે. તેઓને હાલમાં અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 18 જાન્યુઆરીના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને તેમનો રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો.
ગુજરાતમાં HMPVનો પ્રથમ પોઝિટિવ કેસ 6 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. વાસ્તવમાં એ કેસ ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં 26 ડિસેમ્બરે જ નોંધાઈ ચૂક્યો હતો, જોકે હોસ્પિટલે પ્રશાસનને જાણ મોડી કરતા 6 જાન્યુઆરીએ કેસ સામે આવ્યો હતો. આ મામલે હૉસ્પિટલે તંત્રને અવગત ન કરાતાં AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હૉસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો.
HMPVનો બીજો કેસ હિંમતનગરથી સામે આવ્યો હતો. જેમાં હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. HMPVનો ત્રીજો કેસ અમદાવાદથી સામે આવ્યો હતો. જેમાં વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચોથો કેસ અમદાવાદમાં નોંધાયો હતો. જેમાં અમદાવાદમાં 9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને વિહા ચિલ્ડ્રન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ
11 જાન્યુઆરી, 2025એ અમદાવાદમાં મૂળ કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કૃષ્ણનગર વિસ્તારમાં ચાર વર્ષીય બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.