
Surat Bogus Medical Certificate : સુરતમાં પેરોલ માટે અપાતા બોગસ મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ
Surat Bogus Medical Certificate : સુરતમાં પેરોલ માટે અપાતા બોગસ મેડિકલ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ
બોગસ મેડિકલ સર્ટિફિકેટ અને બોગસ લેબ રિપોર્ટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો. રાંદેરમાંથી ધરપકડ કરાયેલા ડો.મહેન્દ્ર લલ્લુ પટેલની પૂછપરછમાં ખુલાસો. વર્ષ 2020માં ડુમસ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ રૂપિયા 1 કરોડથી વધુના ડ્રગ્સ કેસમાં આદિલ નુરાણી સહિત 19 આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આદિલ નુરાણીએ જામીન મેળવવા હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. માતાની સારવાર કરાવવા કરાયેલી જામીન અરજીમાં ક્રિષ્ના હોસ્પિટલના સંચાલક નું મેડિકલ સર્ટિ અને લેબ રિપોર્ટ મૂકવામાં આવ્યા હતા. જેના પર શંકા જતા તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મેડિકલ સર્ટી અને લેબ રિપોર્ટ બોગસ હોવાનું સામે આવ્યું હતું .