મહેસાણા જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનની ગંભીર અછતના કારણે દર્દી પણ નથી કરી શકાતા દાખલ, જુઓ વીડિયો
મહેસાણા જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાઈ છે. ઓક્સિજનની અછતના કારણે કેપેસિટી જેટલા દર્દી પણ હોસ્પિટલમાં દાખલ કરી શકાતા નથી. વિસનગર નૂતન હોસ્પિટલમાં 270 ઓક્સિજન બેડ ની કેપેસિટી છે. ઓક્સિજન ની અછત ને કારણે 100 દર્દી જ એડમિટ થઈ શકે છે. સપ્લાયર પાસેથી ઓક્સિજન મેળવવા હોસ્પિટલે ભારે મથામણ કરવી પડે છે. આ સ્થિતિ રહી તો કોવિડ હોસ્પિટલ ચલાવવી મુશ્કેલ.