વડનગરપાલિકાનું નામ બદલી નરેન્દ્રભાઇ દામોદરદાસ મોદી સેવા સદન રાખવાની કોણે કરી માંગ?
વડનગર નગરપાલિકાનું નામ બદલીને નરેંદ્રભાઈ દામોદરદાસ મોદી સેવા સદન કરવાની વડનગરના લોકોએ માંગ કરી હતી. લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી સેવા સદન સાથે નરેંદ્ર મોદીનું નામ જોડવાની માંગ કરી હતી. સાથે વડનગર પુસ્તકાલય પાસે આવેલા ચોકને નરેંદ્ર મોદી ચોક આપવા પણ રજૂઆત કરવામાં આવી હતી.