![ABP News ABP News](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/abfc9d4a4b9f9bad7ccaf7500981bd2017381706115291012_original.jpg?impolicy=abp_cdn&imwidth=200)
Mehsana News | મહેસાણામાં BHMSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત
મહેસાણાના બાસણા ગામ પાસેની મર્ચન્ટ કોલેજે સમયે મચી ગયો હડકંપ. જ્યારે એક વિદ્યાર્થિનીએ કરી લીધી આત્મહત્યા. BHMSમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. ઘટનાની જાણ થતાં જ મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા. વિદ્યાર્થિનીના પિતાએ આરોપ લગાવ્યો કે, તેની દીકરીએ આજે જ ફોન કર્યો હતો. આજે ઠીક નહીં હોવાથી કોલેજ નહીં જાય તેવી જાણ કરી હતી. બાદમાં તેણે આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર મળ્યા. મૃતક વિદ્યાર્થિનીના પિતાએ માગ કરી કે, પેનલ પોસ્ટમોર્ટમ કરાવી. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની વિદ્યાર્થિનીના પિતાએ વાત કહી. તો આ ઘટનાને લઈ વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે, કોલેજના ટોર્ચરના કારણે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી હડતાળ કાયમ રહેશે.